નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2024 થી, પાંચ વર્ષના સમયગાળા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) હેઠળ લગભગ 81.35 કરોડ લાભાર્થીઓને મફત અનાજ પ્રદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, કેન્દ્રીય કેબિનેટે આ યોજનાના વિસ્તરણને મંજૂરી આપી દીધી છે.
આજે કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે. પીએમજીકેએવાય, એ વિશ્વની સૌથી મોટી સામાજિક કલ્યાણ યોજના છે. તેનો ધ્યેય 81.35 કરોડ વ્યક્તિઓ માટે 5 વર્ષના સમયગાળામાં 11.80 લાખ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે, લોકો માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / સંજીવ / ડો. હિતેશ / માધવી
