રાજકોટ/અમદાવાદ,29 નવેમ્બર (હિ.સ.) ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજકોટ જિલ્લામાં નવેમ્બર-2023 થી વિકસીત ભારત સંકલ્પ યાત્રા” ફરી રહી છે. ત્યારે આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દભાઈ મોદીના સંવાદનો કાર્યક્રમ 30 નવેમ્બરના રોજ જસદણ તાલુકાના રામળીયા ગામ ખાતે યોજાશે. આ કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે કમિટીની રચના જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે. વિવિધ વિભાગના અધિકારીઓને સુચારૂ આયોજનની જવાબદરી સોંપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/
