શ્રીનગર, નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ. સ.). નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ, શનિવારે સવારે શ્રીનગર જિલ્લાના ચનાપોરા વિસ્તારમાં હથિયારો જપ્તી કેસના સંબંધમાં એક આરોપીનું ઘર અટેચ કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, એનઆઈએ ની ટીમે આજે સવારે પોલીસ અને સીઆરપીએફ સાથે મળીને એક આરોપી મુશ્તાક અહેમદ, ખાન કોલોની, ચનાપોરાના રહેવાસીની સંપત્તિ જપ્ત કરી છે. તેમણે કહ્યું કે, હથિયારોની રિકવરી સંબંધિત કેસ આરસી 4/22ના સંબંધમાં ઘરને અટેચ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, મે 2023માં શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર/ટીઆરએફના બે સ્થાનિક હાઇબ્રીડ આતંકવાદીઓની ચનાપોરામાં ધરપકડ કરી હતી. આ સમયગાળા દરમિયાન 15 પિસ્તોલ, 30 મેગેઝીન, 300 રાઉન્ડ અને 1 સાયલેન્સર સહિત વાંધાજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જે બાદ વધુ તપાસ માટે કેસ એનઆઈએ ને સોંપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન/દધીબલ / ડો. હિતેશ
