અમદાવાદ, 6 જાન્યુઆરી(હિ. સ.)-દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શનિવારે સાંજે તેઓ ગુજરાત આવશે. રવિવારે તેઓ નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભંગવંત માન સભા કરશે. 8મીએ અરવિંદ કેજરીવાલ, ચૈતર વસાવાને જેલમાં મળશે એવા અહેવાલો મળી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સભાની ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અલગ-અલગ વિસ્તારમાં વિવિધ ગામોમાં સભાનો પ્રચાર કરી રહ્યા છે.
ત્યારે તેમણે વિશ્વાસ વયક્ત કર્યો હતો કે, ‘અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિશાળ જનસભા થવા જઈ રહી છે તેવી જનસભા ભાગ્યે જ આ વિસ્તારમાં થઈ હશે. તેમણે જણાવ્યું કે, હાલ ચૈતરભાઈ વસાવા એક જનનાયક બનીને ઉભર્યા છે.
ભાજપના કુશાસનનો ભોગ બનનાર આ વિસ્તારના વંચિતો, દલિતો અને આદિવાસીઓ આજે ચૈતરભાઈ વસાવાને એક આશાની નજરે જોઈ રહ્યા છે. આ જનસભા ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જનસભાના રૂપમાં યાદ રહેશે.’
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
