• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ અન્વયે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન
Regional

પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ અન્વયે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

CliQ INDIA
Last updated: January 6, 2024 5:45 pm
CliQ INDIA
Share
6 Min Read
SHARE
મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, 06 જાન્યુઆરી (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતની ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ખ્યાતિને સુદ્રઢ કરનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડી યોજાઈ રહી છે, તેના પ્રિ-ઈવેન્ટ તરીકે આ હેલ્થકેર સમિટનું આયોજન થયું છે.

આ સમિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મળેલી વૈશ્વિક ઓળખ અને પ્રસિદ્ધિની સરાહના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનો ટેક ઑફ પોઇન્ટ બનાવી છે. ઉદ્યોગોના વિકાસ સાથે તેને અનુરૂપ માનવ સંસાધન વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, અર્બન ડેવલપમેન્ટ, હેલ્થકેર જેવા સોશિયલ સેક્ટર્સનો પણ વર્લ્ડક્લાસ વિકાસ થાય એ માટે આ વાઇબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ સાબિત થઈ છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

‘હોલિસ્ટિક હેલ્થકેર-ગુડ હેલ્થ એન્ડ વેલ બિઈંગ ફોર ઓલ”ના વિચાર સાથે યોજાઈ રહેલી આ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓ-પ્રાઇમરી હેલ્થ ફેસેલિટીઝ મજબૂત હોય તે આવશ્યક છે. આ પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટ વડાપ્રધાનશ્રીના હેલ્થકેર ફોર ઓલને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતે એવી હેલ્થકેર ઇકોસિસ્ટમ વિકસાવી છે જેમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ તથા કોર્પોરેટ અને PPP ધોરણે કાર્યરત હેલ્થકેર ઇન્સ્ટિટ્યુટ્સ, પ્રિવેન્ટીવ હેલ્થકેરથી માંડીને જટીલ રોગોની ટેક્નોલોજીયુક્ત સારવાર, હેલ્થ ઇન્શ્યોરન્સ, મેડિકલ ટુરીઝમ સુધીની સેવાઓ પૂરી પાડે છે.

ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું ફલક છેવાડાના માનવી સુધી સરળતાએ પહોચાડ્યું છે. ૮૮૦૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં પ્રથમ વાર વર્લ્ડ બેન્ક દ્વારા ૩૫૦ મિલિયન યુ.એસ. ડોલરની રકમ હેલ્થ એન્ડ વેલનેસના સુદ્રઢીકરણ માટે મંજુર કરવામાં આવી છે. સરકાર સંચાલિત કેન્સર હોસ્પિટલ્સમાં સાયબર નાઈફ જેવા રોબોટીક મશીનથી રેડિયો થેરાપીની સારવાર પણ એકમાત્ર ગુજરાત આપે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ફાર્માસ્યુટીકલ હબ બન્યું છે. દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૪૦ ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં ૨૮ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં પણ ગુજરાત દેશમાં ૫૩ ટકાના યોગદાન સાથે અગ્રીમ હરોળમાં છે. દેશમાં બનતા કાર્ડિયાક સ્ટેન્ટના ૭૮ ટકા અને આંખોના લેન્સના ૫૦ ટકા ગુજરાતમાં બને છે. રાજકોટ અને જંબુસરમાં મેડિકલ ડિવાઇસીસ તથા બલ્ક ડ્રગ પાર્ક વિકસાવીને આપણે એમાં પણ અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખવી છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના અગ્રણીઓને ગુજરાતના બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્મા ઉદ્યોગો સ્થાપિત કરવા આમંત્રણ પણ આપ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનનાં વિઝનથી હવે આજે આપણો સંપૂર્ણ હેલ્થ રેકોર્ડ ડીજીટલ બન્યો છે. ગુજરાતમાં ટેલી-કન્સલ્ટેશન અને ટેલી મેડીસીનનો પાછલા બે વર્ષમાં ૬૦ લાખ લોકોએ લાભ મેળવ્યો છે. આરોગ્ય ક્ષેત્રમાં રોબોટીક્સ અને આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ ટેક્નોલોજી આવી ગઈ છે, તેનો વ્યાપ વધારવા ગુજરાતમાં સામૂહિક પ્રયાસો થયા છે, તેમ પણ ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું.

આ હોલિસ્ટિક હેલ્થકેર સમિટમાં થનારું સામૂહિક વિચારમંથન દેશના અમૃતકાળમાં ગુડ હેલ્થ એન્ડ વેલ બીઈંગ ફોર ઓલ સાકાર કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ સમિટ ગણાવતા કહ્યું હતું કે, ગુજરાતના અવિરત વિકાસ અને ભવિષ્ય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટનું બીજ રોપ્યું હતું. આ સમિટ આજે વટ વૃક્ષ બની છે તેમજ સમગ્ર વિશ્વ માટે રોલ મોડલ પણ બની છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે અને લગભગ દરેક ક્ષેત્રે ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. આ ૨૦ વર્ષ દરમિયાન ગુજરાત વિકાસ, સમૃદ્ધિ, શાંતિ, સલામતી, ઉદ્યોગીકરણ, શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું સાક્ષી બન્યું છે. સાથે જ દેશના વિકાસમાં પણ ગુજરાત સારથીની ભૂમિકા ભજવી રહ્યું છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં ગુજરાત અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટના પરિણામે ગુજરાતમાં કરોડોના MoU થયા છે, સાથે જ અનેક વૈશ્વિક સંસ્થાઓએ ગુજરાતમાં રોકાણ કરતા રોજગારીનું પણ સર્જન થયું છે, જેનો લાભ રાજ્યના નાગરિકોને મળ્યો છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૩માં ઔદ્યોગિક રોજગાર ૭ લાખ જેટલા હતા, તે આજે વધીને ૨૩ લાખ જેટલા થયા છે. એ જ દિશામાં આગળ વધતા મેડીકલ અને ફાર્મા ક્ષેત્રે પણ ગુજરાતને અગ્રેસર રાખવામાં આ પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતના વિકાસને વર્ણવતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ગુજરાતે ગત ૨૦ વર્ષ દરમિયાન મેડીકલ કોલેજોમાં ૨૩૩ ટકા અને મેડીકલ સીટ્સમાં ૩૬૦ ટકા વધારો કર્યો છે. વર્ષ ૨૦૧૦માં ગુજરાત પાસે માત્ર ૧૧ ડાયાલીસીસ સેન્ટર હતા, જે આજે વધીને ૨૫ ગણા એટલે કે ૨૭૨ થયા છે. ડે-કેર કિમો થેરાપીમાં ત્રણ ગણો અને ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસમાં ૧૬ ગણો વધારો થયો છે. આ ઉપરાંત પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, ડાયાલીસીસ યુનિટ, મોતિયાના ઓપરેશન, ફાર્મા મેન્યુફેક્ચરીંગ યુનિટ, સેલ્સ યુનિટમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આરોગ્ય અગ્રસચિવ ધનંજય દ્વિવેદીએ સમિટનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. આ સમિટમાં પ્રમોટિંગ ફાર્માસ્યુટિકલ એન્ડ મેડીકલ ડીવાઈસીસ સેક્ટર, હેલ્થકેરમાં પરિવર્તન લાવતી ટેકનોલોજી અને પ્રમોટિંગ હેલ્થકેર વિષયક સત્રો દિવસ દરમિયાન યોજાયા હતા.

ભારત સરકારના આયુષ નિયામક ડૉ. કોટેચા, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હેલ્થકેર એન્ડ ફાર્મા સેક્ટરના અગ્રણીઓ સહભાગી થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ

You Might Also Like

ગીર સોમનાથ જાહેર તથા ખાનગી સ્થળોએ ફાયરસેફ્ટી સહિતના પ્રમાણપત્ર સાઈનબોર્ડમાં દર્શાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
જામનગર સહિત સમગ્ર હાલારનો લોહાણા સમાજ લાલઘુમ: આવતીકાલે પાઠવાશે આવેદનપત્ર
સરહદી ગામોને જોડેલા રાખવા કચ્છમાં પૂરતી સુવિધા આપવા સરકારની હિમાયત
પાટણ જનતા હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ધનંજય ચૌધરી દ્વારા ગરીબ મહિલાનું નિઃશુલ્ક હૃદય ઓપરેશન
ડિજિટલ ગુજરાત: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ છોડતા અટકાવવા અગમચેતીના પગલાં માટે ગુજરાત કરી રહ્યું છે, એઆઈ નો ઉપયોગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાને સ્વસ્તિ મેહુલનું ભજન શેર કર્યું
Next Article એનઆઈએ એ શ્રીનગરમાં શસ્ત્ર રિકવરી કેસમાં આરોપીનું ઘર અટેચ કર્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?