નવી દિલ્હી, 03 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ દેશની પ્રથમ મહિલા મુક્તિ ચળવળના મહાન નેતા સાવિત્રીબાઈ ફૂલે ને તેમની જન્મજયંતિ પર પુણ્ય સ્મરણ કર્યું. પાર્ટીએ તેમના સામાજિક યોગદાનને પણ યાદ કર્યું છે.
ભાજપે તેના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, દેશની પહેલી મહિલા અધ્યાપિકા, નારી મુક્તિ આંદોલનના મહાન પ્રણેતા, અને સમાજસેવિકા સાવિત્રીબાઈ ફુલેને, તેમની જયંતી પર શત શત નમન !
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
