રાંચી (ઝારખંડ), નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ. સ.) રાંચીના રેડિયમ રોડ પર કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ સાહુના ઘરે નવમા દિવસે પણ આઈટી (આવકવેરા વિભાગ)ના દરોડા ચાલુ છે. આઈટીની ટીમ, રેડિયમ રોડ પર આવેલા રહેઠાણની જમીન ખોદવાની તૈયારી કરી રહી છે.
ગુરુવારે પણ રાંચીના આવાસ પર આઈટી ટીમની ગતિવિધિ વધી ગઈ છે. અધિકારીઓ સતત રહેણાંક સંકુલની ખૂબ નજીકથી તપાસ કરી રહ્યા છે. આ પહેલા બુધવારે આઇટી ટીમે જિયો સર્વેલન્સ સિસ્ટમ મશીન દ્વારા લોહરદગા, રાંચી અને ઓડિશામાં ઘરની જમીનની તપાસ કરી હતી.
નોંધનીય છે કે, 6 ડિસેમ્બરે આવકવેરાની ટીમે ધીરજ સાહુના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા અને પૈસાથી ભરેલા 30 કબાટો જપ્ત કર્યા હતા. તે દિવસથી નોટોની ગણતરી ચાલુ છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયા મળ્યા છે. નોટો ઉપરાંત 17 કિલો સોનાના ઘરેણાં પણ મળી આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / વંદના / ચંદ્ર પ્રકાશ / ડો. હિતેશ / માધવી
