નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ. સ.) જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત, મુંબઈ પોલીસના ‘ઉમંગ- 2023’ કાર્યક્રમમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ, રવિના ટંડન, કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. સેલિબ્રિટીઓએ તેમના ગ્લેમરસ લુકથી દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. બીજી તરફ શાહરૂખ ખાને, તેની જોરદાર એન્ટ્રી અને તેના ડાન્સથી ઈવેન્ટમાં હલચલ મચાવી દીધી હતી.
સલમાનની ‘વો’ એક્શને, બધાનું ધ્યાન ખેંચ્યું
શાહરૂખ ખાને ‘ઉમંગ- 2023’ ઈવેન્ટમાં, પોતાના અંગરક્ષકો સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. શાહરૂખ ખાન બ્લેક સનગ્લાસમાં, ખૂબ જ ડેશિંગ લાગતો હતો. સલમાન ખાન પણ બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. દિગ્ગજ પોપ સિંગર ઉષા ઉથુપને ગળે મળતા જોવા મળ્યા ભાઈજાન. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ હસ્તીઓ ‘ઉમંગ-2023’માં જોડાઈ-
પોલીસ ઈવેન્ટ ‘ઉમંગ- 2023’માં ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. તેમાં રણબીર કપૂર, બોબી દેઓલ, રણવીર સિંહ, હિમેશ રેશમિયા, સિદ્ધાર્થ મલ્હોત્રા, ઈશાન ખટ્ટર, વિકી કૌશલ, નવાઝુદ્દીન સિદ્દીકી, જોન અબ્રાહમ, આદિત્ય રોય કપૂર, કાર્તિક આર્યન, જેકી શ્રોફ, જિતેન્દ્ર કપૂર, ટાઈગર શ્રોફ, સની કૌશલ અને અરબાઝ ખાન સહીત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પોલીસ વાનમાં, સવાર થયા અને ચાહકો સાથે વાતચીત કરી. ઈવેન્ટ દરમિયાન સેલિબ્રિટી વચ્ચે, જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું.
‘ઉમંગ- 2023’ કાર્યક્રમમાં, કેટરિના કૈફ અને શહેનાઝ ગિલનો લૂક ચાહકોને પસંદ આવ્યો હતો. તેના બ્લેક લુકએ, ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. ‘નાગિન’ ફેમ તેજસ્વી પ્રકાશે ‘ઉમંગ- 2023’ કાર્યક્રમમાં, પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શહેનાઝ ગિલ અને દીપિકા પાદુકોણ, આ ઈવેન્ટમાં સાથે જોવા મળી હતી. આ કાર્યક્રમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો માટે, આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓએ પણ, ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
