નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.) બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું, 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે
અવસાન થયું. તેમના નિધનના સમાચારથી સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો છે.
ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સે સોશિયલ મીડિયા અને સંદેશાઓ દ્વારા દિવંગત અભિનેતા પ્રત્યે
શોક વ્યક્ત કર્યો છે. તેમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે, જેમને
ધર્મેન્દ્રના સૌથી નજીકના મિત્રોમાંના એક માનવામાં આવતા હતા. બિગ બીએ પોતાના જૂના
સાથીદાર, સહ-કલાકાર અને
મિત્રને યાદ કરીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી.
અમિતાભ બચ્ચને ઊંડો શોક વ્યક્ત કર્યો. પોતાના શોક સંદેશમાં
અમિતાભ બચ્ચને લખ્યું,
એક વધુ બહાદુર દંતકથા આપણને છોડીને ગઈ છે… એક અસહ્ય અવાજ સાથે મૌન
છોડીને… તેમણે આગળ લખ્યું કે, ધર્મેન્દ્ર માત્ર એક સુપરસ્ટાર નહોતા, પરંતુ મહાનતાનું
સાચું પ્રતીક હતા.જે તેમની ખ્યાતિ, તેમની શક્તિશાળી હાજરી અને તેમની સાદગી દ્વારા, લોકોના
હૃદયમાં અમર થઈ ગયા હતા.
બિગ બીએ લખ્યું કે,” ધર્મેન્દ્ર તેમની સાથે તેમના વતન, પંજાબની માટીની
સુગંધ લાવ્યા અને તેમના સમગ્ર જીવન દરમિયાન તેઓ સાદગી, આત્મીયતા અને
પ્રકૃતિના મૂળમાં રહ્યા.”
અમિતાભની પોસ્ટમાં દુઃખ છલકાય છે. પોતાના ભાવનાત્મક સંદેશને
આગળ વધારતા, અમિતાભે લખ્યું, તેઓ તેમના ભવ્ય
કારકિર્દી દરમિયાન બેદાગ રહ્યા… એક એવા સમુદાયમાં, જ્યાં પ્રત્યેક દાયકામાં કંઈક
પરિવર્તન આવતું હતું. સમુદાય બદલાતો રહ્યો, પરંતુ તેઓ ક્યારેય બદલાયા નહીં. તેમણે આગળ કહ્યું કે,”
ધર્મેન્દ્રનું હાસ્ય, તેમનું આકર્ષણ
અને તેમની હૂંફ દરેકને સ્પર્શી ગઈ. આજે વાતાવરણમાં એક અજીબ ખાલીપણું છે, જેને શબ્દોમાં
વ્યક્ત કરી શકાતું નથી.
સિનેમાની સૌથી યાદગાર જોડીનો અંત:
અમિતાભ અને ધર્મેન્દ્રની
ઓન-સ્ક્રીન જોડી હિન્દી સિનેમાની સૌથી પ્રતિષ્ઠિત જોડીઓમાંની એક હતી. તેઓએ ઘણી
યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.જેમાં શોલે, ચુપકે ચુપકે, નસીબ, અંધા કાનૂન, રામ બલરામ અને
શોલેમાં જય-વીરુની મિત્રતાનો સમાવેશ થાય છે. બંને કલાકારોની મિત્રતા વાસ્તવિક જીવનમાં
પણ એટલી જ ગાઢ હતી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
