સુરત, 24 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેના આશયથી સુરતના માંગરોળ તાલુકાના આમનડેરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓના અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન,પી.એમ કિસાન સન્માન નિધી યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી,પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ,ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે આમનડેરા ગામે પૂર્વ તા.પં. જયચંદભાઈ વસાવા, વિકાસ અધિકારી સંજયભાઈ, ઉપસરપંચ હંસાબેન વસાવા, મહામંત્રી આબેદીન હુસન શેખ, ના.કા ઇજીનેર વિપુલભાઈ વસાવા, તલાટી હરેશભાઇ પંચાયતના સભ્ય, આઈ.સી.ડી.એસ ઇન્ચાર્જ મુખ્ય સેવિકા નયનિકાબેન સોલંકી, આંગણવાડી કાયૅકર, હેલ્પરબેન આરોગ્ય સ્ટાફ, આરોગ્ય પ્રાથમિક શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અધિકારી, કમૅચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
