
કોલકાતા, નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિં.સ.) પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં રવિવારે, ગીતા જયંતિના બીજા દિવસે એક લાખથી વધુ લોકોએ ગીતાનો પાઠ કર્યો હતો. આ દરમિયાન દ્વારકા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી સહિત, હજારો સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કવિ નઝરુલ દ્વારા લખાયેલ ગીત – હે પાર્થ સારથી બજાઓ બજાઓ ના ગાયન પછી, મેદાનમાં હાજર લગભગ 70 હજાર મહિલાઓએ, શંખ ધ્વની કર્યો અને લગભગ 60 હજાર લોકોએ, એકસાથે મળીને ગીત ગાયા. આ પછી ગીતા પાઠનો પ્રારંભ થયો. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે, જોડાયેલા સંસ્કાર ભારતીના કાર્યકરોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી.
ગ્રાઉન્ડમાં હાજર લોકોએ કહ્યું કે,” કોલકાતામાં આવું દ્રશ્ય પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. જ્યારે હજારો લોકો ભગવા પહેરીને એકસાથે બેસીને ગીતાનો પાઠ કરી રહ્યા હતા. મહિલાઓ સાડી પહેરીને આવી હતી. જ્યારે મોટાભાગના પુરુષો ધોતી-કુર્તાના પરંપરાગત પોશાકમાં, મેદાનમાં ગીતા પાઠ કરી રહ્યા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / પવન / માધવી
