નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ. સ.) બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારનો, એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. મેટ્રોમાં તેની આસપાસ લોકો ઉભા હતા, પરંતુ કોઈ તેને ઓળખી શક્યું નહીં. અક્ષય સાથે, નિર્માતા દિનેશ વિજન પણ જોવા મળ્યા હતા. અક્ષય કુમાર મેટ્રોમાં કોઈને ખ્યાલ ન હતો કે, શું થઈ રહ્યું છે પરંતુ એક ચાહકે તેને ઓળખી લીધો અને ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કર્યો. આ વીડિયો સામે આવતા જ ચાહકો તેના દિવાના થઈ ગયા હતા.
આ વખતે અક્ષય કુમારે, મોઢા પર માસ્ક અને માથા પર કેપ પહેરેલી હતી. તેથી તેની ઓળખ થઈ શકે નહીં. અક્ષય કુમારની સાદગીથી ચાહકો પ્રભાવિત થયા હતા. અક્ષયનો આ વીડિયો, ટ્વિટર પર એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. મુંબઈના ટ્રાફિકથી બચવા માટે, અક્ષય મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યો હતો અને ચાહકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
આ પહેલીવાર નથી જ્યારે, અક્ષય મેટ્રોમાં બેઠો હોય. વર્ષ 2023માં પણ તે આવી જ રીતે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. જો કે, તે સમયે તે તેની ફિલ્મ ‘સેલ્ફી’ના પ્રમોશન દરમિયાન, અન્ય મુસાફરો સાથે વાત કરતો પણ જોવા મળ્યો હતો.
અક્ષયના આગામી પ્રોજેક્ટ્સ- આ વીડિયો સામે આવ્યા બાદ અક્ષય કુમાર નિર્માતા દિનેશ વિજનની ફિલ્મમાં, જોવા મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અક્ષયની આવનારી ફિલ્મો પર નજર કરીએ તો, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘વેલકમ-3’ જેવા નામો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
