નવી દિલ્હી, 14 એપ્રિલ : બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે એક્ટર્સને, ઘણી મહેનત કરવી પડે છે. નવો કલાકાર હોય તો પણ તે અહીં કામ મેળવવા માટે સંઘર્ષ કરવાનું ચૂકતો નથી. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં વિદ્યા બાલન અને પ્રતિક ગાંધીએ, ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. તેણે ઇન્ડસ્ટ્રીમાં સફળ થતાં પહેલાં તેઓને કેવા પ્રકારના રિજેક્શનનો સામનો કરવો પડ્યો, કેવા ટોણા સાંભળવા પડ્યા તેની પણ વાત કરી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ હંમેશા, ચર્ચાનો વિષય રહ્યો છે. વિદ્યા બાલનને પૂછવામાં આવ્યું કે,” શું તેણીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૂર્વગ્રહનો અનુભવ થયો છે.” તેણે કહ્યું, મને ખબર નથી કે, આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો, કારણ કે અહીં કોઈ ભત્રીજાવાદ કે કોઈ પરિવારવાદ નથી, હું અહીં છું. ઉદ્યોગ કોઈના પિતાનો નથી, નહીંતર આજે દરેક પિતાનો પુત્ર, અને દરેક પિતાની પુત્રી સફળ હોત. મને લાગે છે કે, હું એકલી રેન્જર રહી છું. એમ તેણીએ કહ્યું.
પ્રતીકે ઇન્ડસ્ટ્રીમાં, તેની શરૂઆતથી તેની સફળતા સુધીની તેની સફર શેર કરી. સુરતથી મુંબઈ આવ્યા બાદ, તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રતીકે કહ્યું, મને ટીવી પર રિજેક્ટ કરવામાં આવ્યો હતો. મેં આપેલા તમામ ઓડિશનમાં મને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. તે નિર્માતાઓને, ટેલિવિઝન શો માટે અભિનેતાનો વિચાર થોડો અલગ હતો. હું તેમાં ફિટ ન હતો. તેઓ એક ચોક્કસ શ્રીરિક બનાવટ શોધી રહ્યા હતા. તેઓ ચોક્કસ ફિઝિકલ બિલ્ડ, ચોક્કસ સ્કિન ટોન અને ચોક્કસ દેખાવ ધરાવતા કલાકારોને શોધી રહ્યા હતા.
વિદ્યા બાલન તેની શરૂઆતની કારકિર્દી દરમિયાન, જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વિશે વાત કરે છે. તેણે કહ્યું, શરૂઆતમાં મને ઘણા રિજેક્શન્સ મળી રહ્યા હતા, અને આ બાબત મને પરેશાન કરી રહી હતી પરંતુ જ્યાં સુધી તકોનો સંબંધ છે, મને નથી લાગતું કે, કોઈ મને મારો હિસ્સો નકારી શક્યું હોય. મારા હૃદયમાં એક આગ હતી, આવું કંઈક કરવાની. જે આ બધા અસ્વીકાર કરતા મોટી હતી.”
વિદ્યા અને પ્રતિકે ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’માં, સાથે કામ કર્યું છે. આમાં તેઓએ એક પરિણીત યુગલનું પાત્ર ભજવ્યું છે. તેમાં ઇલિયાના ડીક્રુઝ અને સેંથિલ રામામૂર્તિ પણ છે. આ ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થશે.
