વડોદરા/અમદાવાદ,12 જાન્યુઆરી (હિ.સ.) રાણીયા પ્રાથમિક શાળા ખાતે અદ્યતન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન ગ્રામ પંચાયતના સરપંચ તથા બ્લોક એમઆઈએસ સાવલી રાજેશ પરમાર ભાદરવાના સી.આર.સી કોઓર્ડીનેટર મુકેશ શર્મા, શાળાના આચાર્ય પિયુષ મકવાણા અને એસએમસીના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કોમ્પ્યુટર લેબનો શાળામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. સર્વશિક્ષા અભિયાન દ્વારા લેબમાં 15 કોમ્પ્યુટર પ્રાપ્ત થયા છે. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર એજ્યુકેશન અને પ્રેક્ટીકલ નોલેજ શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે. ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ રોજ આ કોમ્પ્યુટર લેબનો ઉપયોગથી ઉત્તમ પ્રકારનું શિક્ષણ મેળવે તે માટે શાળા કક્ષાએથી શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.
તાલુકાના બ્લોક કોઓર્ડીનેટર રાજેશ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જ્ઞાનકુંજ તેમજ વિવિધ સોફ્ટવેર અને હાર્ડવેર બાબતે પણ ખુબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજીના સમયમાં કોમ્પ્યુટર એજ્યુકેશનએ જીવનનો અગત્યનો ભાગ છે તેમ તેમણે જણાવ્યું હતું.
સી.આર.સી કોઓર્ડીનેટર દ્વારા સોશિયલ ગ્રુપ google સર્ચ એન્જિન અને વિવિધ ત્રિપરિમાણો બાબતે સમજ આપવામાં આવી હતી.પિયુષભાઈ મકવાણાએ કોમ્પ્યુટર લેબનું મહત્વ અને કામગીરીની પ્રશંસા સાથે આભાર વિધિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/
