• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Crime > નવસારીમાં 56.09 ટકા મતદાન નોંધાયું-સૌથી વધુ ગણદેવી વિધાનસભા બેઠક પર 74 ટકા, સૌથી ઓછુ ચોર્યાસી વિધાનસભા બેઠક પર 48.66 ટકા મતદાન
CrimeRegional

નવસારીમાં 56.09 ટકા મતદાન નોંધાયું-સૌથી વધુ ગણદેવી વિધાનસભા બેઠક પર 74 ટકા, સૌથી ઓછુ ચોર્યાસી વિધાનસભા બેઠક પર 48.66 ટકા મતદાન

CliQ INDIA
Last updated: May 9, 2024 11:05 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

નવસારી,08 મે : મંગળવારે નવસારી લોકસભાની ચૂંટણીમાં સવારથી મતદારોએ ઉત્સાહ દેખાડ્યો હતો. જેમાં નવસારી લોકસભામાં મતદાન મથકો ઉપર યુવાઓ, મહિલાઓ, વૃધ્ધો અને દિવ્યાંગ મતદારો મતદાન મથકે પહોંચી તેમના બહુમુલ્ય મતનો ઉપયોગ કર્યો હતો. દિવ્યાંગો માટે વ્હીલચેર સુવિધા સાથે સ્વંય સેવકોએ પણ સેવા આપી હતી. અને ટ્રાન્સપોટેશન માટે ઇકો વાન અને રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ નવસારીમાં સવારે જ બે મતદાન મથકોમાં ઇવીએમ મશીન ખોટકાતા મતદાન મોડું શરૂ થયું હતું. આ લખાય છે ત્યારે સાંજે 6વાગ્યા સુધીમાં નવસારી લોકસભા બેઠકમાં આવતા ગણદેવી વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મતદાન 74 ટકા નોંધાયું હતુ. જ્યારે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછું 48.66 ટકા મતદાન નોંધાયું હતુ.

નવસારી લોકસભા બેઠકના 1116 મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી જ મતદારોએ લાઇનો લગાવી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન શરૂ થતાની સાથે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ તેમના વિસ્તારના મતદાન મથક પર જઈ મતદાન કર્યુ હતુ. તેમજ નવસારી-વિજલપોર નગરપાલિકાના નગરસેવકો સાથે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અને ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલે પણ તેમના મતદાન મથકે જઈ મતદાન કર્યુ હતુ.

આ સિવાય નવસારીના રહેવાસી અને હાલ મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ મંગુભાઇ પટેલે તેમના પરિવાર સાથે નવસારીની કોન્વેન્ટ સ્કૂલમાં જઈ મતદાન કર્યું હતું. તેમજ નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મતદાન કર્યું હતું. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી અશોક ગજેરા તેમજ લિંબાયત ધારાસભા સંગીતા બેન પાટીલ, મજુરા ધારાસભ્ય અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉધના ધારાસભ્ય મનુભાઈ પટેલ અને ચૌર્યાસી ધારાસભ્ય સંદિપ દેસાઈ મતદાન કર્યું હતું. નવસારી લોકસભા વિસ્તારમાં સવારે 7 થી 9 વાગ્યા સુધીના બે કલાકમાં 9.15 ટકા મતદાન નોંધાયું હતુ. જે ઓછુ હોવાની ચર્ચાઓ પણ ઉઠી હતી. જોકે ત્યારબાદ ધીમે-ધીમે મતદાનમાં વધારો થવાનું શરૂ થયું હતું.

નવસારી લોકસભા બેઠક 56.09 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી ઓછું ચોર્યાસી વિધાનસભા બેઠક પર 48.66 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી વધુ ગણદેવી વિધાનસભા બેઠક પર 74 ટકા મતદાન નોંધાયું છે. આમ તો નવસારી લોકસભા વિસ્તારની 6 વિધાનસભા બેઠક વિસ્તારમાં સૌથી વધુ મતદાન પુરુષોએ કર્યું છે. જ્યારે મહિલાઓનું મતદાન ઓછું છે. જોકે જલાલપોર વિધાનસભા બેઠક પર પુરુષો કરતા મહિલાઓએ વધુ મતદાન કર્યું છે.

You Might Also Like

એકતાનગરના આંગણે 19મી ઓક્ટોબરે વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા અંતર્ગત કાર્યક્રમ યોજાશે
વાઇબ્રન્ટ અમદાવાદ, નેશનલ બુકફેરનો શુભારંભ
ગેટ વે ઓફ ધ ફ્યુચર થીમ સાથે, ગુજરાતના આંગણે 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનો પ્રારંભ
નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર ભરૂચ ભૂસ્તર વિભાગના દરોડા.
સ્વામી વિવકાનંદજની જન્મ જયંતીના અવસરે શાળામાં રમતોત્સવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરુણાચલ પ્રદેશમાં, ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી
Next Article યુગાન્ડાની બેડમિન્ટન ટીમેં, થોમસ અને ઉબેર કપનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ચીનની પ્રશંસા કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?