
ગાંધીનગર/અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) ગાંધીનગર મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન સમારોહ પહેલા વિશ્વ નેતાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રુપ ફોટોપદવીઓ હતો. ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળ, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે.
આજે વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કરાયુ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમિટમાં વિક્રમસર્જક 34 દેશો કન્ટ્રી પાર્ટનર છે અને 16 સંસ્થાઓ ભાગીદાર તરીકે જોડાઈ છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ મંગળવારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગાંધીનગરમાં દેશના સૌથી વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યુ હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પોતાના નિવેદનમાં ગુજરાતીમાં પણ એક વાક્યા બોલ્યા હતા કે, મને ગુજરાતી હોવાનું અભિમાન છે. આ સાથે તેમણે કહ્યુ કે, જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ એક નવા ગુજરાત અંગે વિચારે છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, પીએમ મોદી, ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ 5 વર્ષ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને 1 લાખ લોકોને રોજગારી મળશે
ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન પહેલા વડાપ્રધાન મોદી વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી મહાત્મા મંદિરે પહોંચ્યા છે. તેમની સાથે એન.ચંદ્રશેખર, સન ફાર્માના દિલિપ સંઘવી સહિત દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિ, નેતા, વિવિધ ડેલિગેશન ગુજરાત આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/
