નવી દિલ્હી, 08 મે : અરુણાચલ પ્રદેશમાં આજે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ લોઅર સુબનસિરીમાં સવારે 4:55 વાગ્યે, આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.
ભૂકંપના કારણે લોકો જાગી ગયા હતા અને બધા પોતપોતાના ઘરની બહાર આવી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપના કારણે લોકો ચોક્કસપણે ભયભીત જોવા મળ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે,’ હાલ ભૂકંપનું કેન્દ્ર અને તેની ઊંડાઈ વિશે માહિતી મળી નથી.’
