સુરત, 22 ઓકટોબર – મોબાઇલ ફોન ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવા થાઇ મહીલાઓને સપ્લાય કરતા આરોપીને, એલ.સી.બી. ઝોન-04 તથા અલથાણ પોલીસની ટીમે પકડી પાડ્યો છે.
પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક મીત હરયાણી નામનો વ્યક્તિ એક થાઇ મહિલાને પાર્ટનરમાં રાખી સુરત શહેરમાં અલગ-અલગ ગ્રાહકોને શરીર સુખ માંણવા માટેની સવલતો પુરી પાડે છે. અને અલગ-અલગ જગ્યાએ થાઇ મહીલાઓ મોકલી આપી દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. બાતમીના આધારે પોલીસે આરોપીના વ્હોટસેપ મોબાઇલ નંબર ઉપર શરીર સુખ માંણવા માટે ગ્રાહક તરીકે વાત કરી હતી.
આરોપીએ સામેથી થાઇ મહીલાઓના ફોટાઓ મોકલ્યા હતા. જેમાંથી એક થાઇ મહીલાને મોકલી આપવા માટેનુ કહેતા એટલાંટા બિઝનેસ હબ અલથાણ પાસે, મોકલવા કહ્યું હતું. બાદમાં વોચ ગોઠવીને પોલીસે આરોપી મીત કીશોરભાઇ હરીયાણી (પટેલ) (ઉ.વ.27, ધંધો- ચોકલેટનો વેપાર રહે- ઘર નં- એ/02, 501 શ્રુતી રેસીડન્સી અડાજણ તથા મુળ અમરેલી) અને થાઈલેન્ડની એક યુવતીને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી આઈ ફોન સહિત 3 મોબાઈલ મળી કુલ 1 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
