અમદાવાદ,13 ડિસેમ્બર (હિ.સ.) વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને આર્થિક સહાય થકી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સોઈલ હેલ્થ કાર્ડ લાભાર્થી સાણંદ તાલુકાના વાસોદરા ગામના કિશોર મોતીભાઈ મકવાણાની જમીન ચકાસણી કરવામાં આવી હતી. કિશોર મકવાણાની જેમ સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ લે તેની જાણકારી આપવામાં આવી હતી.
વસોદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે નાટક રજૂ કરવામાં આવ્યો હતું. જેમાં
ખેત અને જમીન ચકાસણી કરાવીને તેમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગના કારણે જમીનની
ઉપજમાં કયા પ્રકારે નુકસાન થાય છે તે એક નાટકના માધ્યમથી વસોદરાના ગ્રામજનોને
સમજાવવામાં આવ્યું હતું.
કિશોરભાઈના મતે ગુજરાતને હરિયાળુ બનાવવા માટે ખેતીમાં રાસાયણિક ખાતરની
નીપજ સમયે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. રાસાયણિક ખાતરના કારણે જમીનની
માટીમાં રસાયણો જોવા મળે છે, અને તે જ રસાયણો પાછળથી ખેત પેદાશોમાં પણ જોવા
મળે છે.
રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરવા માટે અને સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ
લેવા બદલ કિશોરભાઈને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર/
