દોહા, નવી દિલ્હી,19 ફેબ્રુઆરી : રવિવારે દોહામાં વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપના છેલ્લા દિવસે, કુલ આઠ ગોલ્ડ મેડલ મેચ યોજાઈ હતી.
ઓસ્ટ્રેલિયાના આઇઝેક કૂપરે, પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોકમાં 24.13 સેકન્ડના સમય સાથે પોતાનું પ્રથમ વ્યક્તિગત વિશ્વ ખિતાબ જીત્યો હતો. અમેરિકન હન્ટર આર્મસ્ટ્રોંગ 0.2 સેકન્ડ પાછળ રહીને, બીજા ક્રમે અને પોલેન્ડની કાવેરી માસીયુકે બ્રોન્ઝ પદક જીત્યો.
મહિલાઓની 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં, લિથુઆનિયાની રૂટા મિલુટિટે 29.40 સેકન્ડના સમય સાથે સફળતાપૂર્વક પોતાના ટાઇટલનો બચાવ કર્યો. સેમિફાઇનલમાં નવો એશિયન રેકોર્ડ બનાવનાર, ચીનની તાંગ ક્વિઆન્ટિંગે ફરી એકવાર તે રેકોર્ડ તોડ્યો અને 29.51 સેકન્ડના સમય સાથે, બીજા સ્થાને રહી. ઇટાલીની બેનેડેટા પિલાટોએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આયર્લેન્ડના ડેનિયલ વિફેને, પુરૂષોની 1,500 મીટર ફ્રી સ્ટાઇલમાં 14 મિનિટ અને 34.07 સેકન્ડના સમય સાથે દોહામાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે જર્મનીના ફ્લોરિયન વેલબ્રોક 10.54 સેકન્ડના સમય સાથે બીજા ક્રમે રહ્યો હતો. ફ્રાન્સના ડેવિડ ઓબ્રી, ત્રીજા સ્થાને છે.
સ્વીડનની સારા સોજોસ્ટ્રોએમે મહિલાઓની 50 મીટર ફ્રી સ્ટાઇલમાં, 23.69 સેકન્ડના સમય સાથે, તેણીનું 14મું વ્યક્તિગત વિશ્વ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું. યુનાઇટેડ સ્ટેટ્સની કેટ ડગ્લાસે દોહામાં પાંચમો મેડલ જીતીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે પોલેન્ડની કેટાર્જીના વાસિકે બ્રોન્ઝ મેળવ્યો હતો.
ન્યુઝીલેન્ડના લુઈસ ક્લેરબર્ટે પુરુષોની 400 મીટર મેડલી 4:9.72માં જીતી હતી. બ્રિટનનો મેક્સ લિચફિલ્ડ 0.63 સેકન્ડ પાછળ બીજા સ્થાને રહ્યો હતો અને જાપાનનો દૈયા સેટો, ત્રીજા સ્થાને રહીને ટોચના ત્રણમાં સ્થાન મેળવ્યું હતું.
મહિલા ઈવેન્ટમાં- ઈયોના એન્ડરસન, એબી હરકિન, બ્રિયના થ્રોસેલ અને શાયના જેકની ઓસ્ટ્રેલિયન ટીમ, 3 મિનિટ અને 55.98 સેકન્ડમાં જીતી હતી, ત્યારબાદ સ્વીડન અને કેનેડાનો નંબર આવે છે.
