દોહા, નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી : અકરમ અફિફ અને અલ્મોએઝ અલીએ શાનદાર ગોલના કારણે, ડિફેન્ડિંગ ચેમ્પિયન કતરે બુધવારે અહીં એએફસી એશિયન કપ સેમિફાઇનલમાં ઈરાનને 3-2થી હરાવ્યું હતું. શનિવારે લુસેલ સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચમાં, કતર જોર્ડન સામે ટકરાશે.
મેચની ચોથી મિનિટે સરદાર અઝમોને, શાનદાર ગોલ કરીને ઈરાનને લીડ અપાવી હતી. જો કે, યજમાનોને બરાબરી માટે, વધુ રાહ જોવી પડી ન હતી. મેચની 17મી મિનિટે અફીફના બેકપાસ બાદ, બોક્સની બહારથી જસ્સેમ ગેબરે શાનદાર ગોલ કરીને, કતરને 1-1ની બરાબરી અપાવી હતી.
અકરમ અફીફે પોતાનું શાનદાર પ્રદર્શન, જારી રાખ્યું અને 43મી મિનિટે શાનદાર ગોલ કરીને કતરને 2-1થી આગળ કરી દીધું. આ સાથે પાંચ ગોલ સાથે આફિફ હવે ગોલ્ડન બૂટની રેસમાં, ઈરાકના અયમન હુસૈન કરતાં માત્ર એક ગોલ પાછળ છે.
51મી મિનિટમાં ઈરાને, શાનદાર વાપસી કરી હતી અને અલીરેઝા જહાનબખ્શે પેનલ્ટીમાં રૂપાંતર કરીને, તેની ટીમને 2-2ની બરાબરી અપાવી હતી.
બીજા હાફમાં ઈરાને વધુ તકો ઉભી કરી હોવા છતાં, 82મી મિનિટમાં એલમોઝ અલીએ કરેલા ગોલને કારણે, કતર 3-2ની નિર્ણાયક લીડ મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
