સોનભદ્ર, નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી : ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.
નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ગુરુવારે બપોરે 01 કલાક, 24 મિનિટ, 41 સેકન્ડે સોનભદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે 24.22 ડિગ્રી અક્ષાંશ અને 82.92 ડિગ્રી રેખાંશ પર હતું.
ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે, સ્થાનિક લોકોને તેનો અનુભવ થયો ન હતો.
