
જકાર્તા, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) આર્જેન્ટિનાએ મંગળવારે વેનેઝુએલાને 5-0થી હરાવીને, ઈન્ડોનેશિયામાં રમાઈ રહેલા અંડર-17 ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેનો મુકાબલો શુક્રવારે, બ્રાઝિલ સામે થશે.
પશ્ચિમ જાવા પ્રાંતના જલાક હારુપત સ્ટેડિયમમાં રમાયેલી, આ મેચમાં અગસ્ટિન ફેબિયન રુબેર્ટોએ બે ગોલ કર્યા હતા. આર્જેન્ટિના તરફથી સેન્ટિયાગો લોપેઝ અને ક્લાઉડિયો એચેવરીએ 1-1 ગોલ કર્યા હતા. જ્યારે લુઈસ ફ્રાન્સિસ્કો બાલ્બો વિયેરાના આત્મઘાતી ગોલના કારણે, આર્જેન્ટિનાને એક ગોલનો ફાયદો મળ્યો હતો.
ડિએગો પ્લેસેન્ટની ટીમે સમગ્ર રમતમાં પ્રભુત્વ જમાવ્યું હતું. વેનેઝુએલાને મેચની 15મી મિનિટે, મોટો ફટકો પડ્યો જ્યારે લુઈસ ફ્રાન્સિસ્કો બાલ્બો વિયેરાના આત્મઘાતી ગોલને કારણે, આર્જેન્ટિનાને 1-0ની સરસાઈ મળી. આ પછી 22મી મિનિટે સેન્ટિયાગો લોપેઝે, ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી આગળ કરી દીધું હતું.
આ પછી, કેપ્ટન અને નંબર 10 ક્લાઉડિયો એચેવરીએ મેચની 32મી મિનિટે ડાબી બાજુથી વધુ એક શાનદાર ગોલ કરીને, પોતાની ટીમની લીડ 3-0 કરી દીધી. હાફ ટાઈમ સુધી આર્જેન્ટિના 3-0થી આગળ હતું.
બીજા હાફમાં આર્જેન્ટિનાએ, બોલ પર કબજો જાળવી રાખ્યો અને ખતરનાક તકો ઊભી કરી. મેચની 70મી મિનિટમાં, ફ્રેન્કો મસ્તન્ટુનોની ભૂલને કારણે, જે થોડી મિનિટો પહેલા બેન્ચ પરથી ઉતરી ગયો હતો, આર્જેન્ટિનાને પેનલ્ટી કિક આપવામાં આવી હતી અને અગસ્ટિન ફેબિયન રુબેર્ટોએ તેની ટીમને 4-0થી આગળ કરવા માટે તેને કન્વર્ટ કરી હતી. આ ગોલની માત્ર 8 મિનિટ બાદ રોબર્ટોએ બીજો ગોલ કરીને આર્જેન્ટિનાને 5-0થી આગળ કરી દીધું અને અંતે આ સ્કોર નિર્ણાયક સાબિત થયો અને આર્જેન્ટિનાની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ.
તે જ દિવસે રાઉન્ડ ઓફ 16માં રમાયેલી અન્ય એક મેચમાં, મોરોક્કોએ ઈરાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-1થી હરાવ્યું હતું. ઈસ્ટ જાવાના ગેલોરા બુંગ ટોમો સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમો નિર્ધારિત સમય સુધી 1-1થી બરાબરી પર હતી, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
