– આગામી 24 નવેમ્બરના રોજ નવુ ખેડૂત તાલીમ કેન્દ્ર-લીલીયા રોડ,અમરેલી ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ-2023 યોજાશે
– તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે
અમરેલી/અમદાવાદ,22 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા આગામી 24 અને 25 નવેમ્બર૩ના રોજ સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ-2023નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ-2023 યોજાશે. આગામી 24 નવેમ્બરના રોજ નવુ ખેડૂત તાલીમ કેન્દ્ર-લીલીયા રોડ,અમરેલી ખાતે અમરેલી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ-2023 યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રવિ કૃષિ મહોત્સવમાં પશુપાલન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને મોડલ ફાર્મની મુલાકાતનો પણ અવસર મળશે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી યોજનાઓ અમલી છે જેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. રવિ કૃષિ મહોત્સવ-2023માં ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/
