નવી દિલ્હી,, 22 નવેમ્બર(હિ. સ.) શાહરૂખ ખાન માટે 2023નું વર્ષ ઘણું મહત્વનું હતું. પહેલા ‘પઠાણ’ અને પછી ‘જવાન’ એ ખરેખર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. શાહરૂખની ‘જવાન’ તેના જન્મદિવસે એટલે કે 2જી નવેમ્બરે ઑટીટી પ્લેટફોર્મ નેટફ્લીકસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે માત્ર બોક્સ ઓફિસ પર જ ઈતિહાસ રચ્યો નથી, પરંતુ હવે શાહરૂખની ‘જવાન’એ ઑટીટી વર્લ્ડમાં પણ રેકોર્ડ બનાવ્યો છે.
શાહરૂખ ખાનની ‘જવાન’એ ઑટીટી પર પણ ધૂમ મચાવી છે. ફિલ્મનું વિસ્તૃત સંસ્કરણ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. હવે ‘જવાન’ નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે. આ વાતની પુષ્ટિ, નેટફ્લીકસ દ્વારા જ કરવામાં આવી છે.
નેટફ્લિક્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. નેટફ્લિક્સ ઈન્ડિયાએ તેની પોસ્ટમાં લખ્યું, “વિક્રમ રાઠોડે હવે અમારા દિલ અને રેકોર્ડ પર રાજ કર્યું છે. ‘જવાન’ રિલીઝ થયા પછી નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને નેટફ્લિક્સ પર ભારતમાંથી 3.7 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
શાહરૂખની આ ફિલ્મ એક કરોડ છ લાખ કલાકથી વધુ જોવાઈ છે. ઑટીટી પર ફિલ્મનો રિસ્પોન્સ જોઈને ચાહકોએ શાહરૂખના વખાણ કર્યા છે. મીડિયા સાથે વાત કરતા શાહરૂખે તેના ફેન્સનો પણ આભાર માન્યો હતો. હવે શાહરૂખની આગામી ફિલ્મ ‘ડંકી’ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. પ્રથમ ટીઝર રિલીઝ થઈ ગયું છે અને તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાણી પહેલીવાર ‘ડંકી’માં સાથે કામ કરશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
