રાંચી, નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.) એફઆઈએચ મહિલા હોકી ઓલિમ્પિક ક્વોલિફાયરના બીજા દિવસે રવિવારે, પ્રથમ મેચ ચેક રિપબ્લિક અને ચિલી વચ્ચે મોરહાબાદી, રાંચીના મરાંગ ગોમકે જયપાલ સિંહ મુંડા એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં, રમાઈ હતી. આ મેચમાં ચિલીની ટીમે ચેક રિપબ્લિકને 6-0 થી હરાવીને વિજય મેળવ્યો હતો.
ચિલી માટે ડે લાસ હેરાસ કોન્સુએલોએ એક ગોલ, ઉરોઝ મેન્યુએલાએ બે ગોલ, કેરમ કેમિલાએ એક ગોલ, મોરાલેસ ઓર્ચર્ડ એન્ટોનિયાએ એક ગોલ, અને માલ્ડોનાડો મારિયાએ એક ગોલ કર્યો હતો. ઉરોજ મેન્યુએલા (ચીલી) મેચની શ્રેષ્ઠ ખેલાડી બની.
હિન્દુસ્થાન સમાચાર / વંદના / ચંદ્ર પ્રકાશ / માધવી
