કુશીનગર, નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.) જૂન 2024 સુધીમાં કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તૈયાર થઈ જશે. પછી અવિરત સ્થાનિક અને વિદેશી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં કોઈ તકનીકી અથવા વ્યવહારિક અવરોધ રહેશે નહીં.
વાસ્તવમાં, નેવિગેશનલ સિસ્ટમ બનાવતી રશિયન કંપનીએ ભારતમાં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઇએલએસ) સાધનો મોકલ્યા છે. જે આ મહિને કુશીનગર પહોંચશે. ફેબ્રુઆરીમાં ઇલેક્ટ્રિકલ કામ શરૂ થશે. એવું કહેવાય છે કે,” આઇએલએસ જૂનમાં કાર્યરત થઈ જશે. બીજી તરફ એરપોર્ટ પર ડોપ્લર વેરી ઓમની રેન્જ (ડીબીઓઆર) ઈન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે, જે 1 માર્ચથી કાર્યરત થઈ જશે. આ બંને સિસ્ટમ કાર્યરત થયા બાદ, ભારત અને વિદેશના એરક્રાફ્ટ કોઈપણ હવામાનમાં કોઈપણ અવરોધ વિના લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકશે.
એરપોર્ટના પ્રભારી નિર્દેશક નરેન્દ્ર રેએ જણાવ્યું હતું કે,” જૂનથી કુશીનગર એરપોર્ટ ફ્લાઇટના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર હશે. તે સ્થિતિમાં, સ્થાનિક અને વિદેશી ઉડ્ડયન કંપનીઓ અહીંથી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવા માટે આકર્ષિત થશે. અંતિમ અવરોધ આઇએલએસના સાધનો અને ડીબીઓઆરની સ્થાપના છે.”
ગયા વર્ષે માર્ચમાં, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એરપોર્ટ પર આઇએલએસ અને ડીબીઓઆરની સ્થાપના માટે રૂ. 5.75 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. પસંદ કરેલી કંપનીને કામ પૂર્ણ કરવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ નિકાસ માટેની આંતરરાષ્ટ્રીય ઔપચારિકતામાં સમય લાગ્યો હતો. સિસ્ટમ કાર્યરત થયા પછી, એરક્રાફ્ટ પ્રતિકૂળ હવામાનમાં પણ ઓટોમેટિક મોડમાં રનવે પર લેન્ડ અને ટેકઓફ કરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / ગોપાલ / રાજેશ / પવન / માધવી
