અમદાવાદ,11 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદ થલતેજના હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે ડમ્પરની અડફેટે ટુ વ્હીલર પર જઇ રહેલા માતા પુત્રીનું મોત થયું છે. આ અકસ્માતમાં 40 વર્ષના મલ્લિકા કિરણભાઈ ગોસ્વામી અને સાત વર્ષની જાન્વી કિરણ ગોસ્વામીનું મોત નીપજ્યુ છે.
અમદાવાદમાં એક દિવસમાં બે અકસ્માતમાં કુલ ત્રણ મોત નીપજ્યા છે. હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે ડમ્પરની અડફેટે ટુ વ્હીલર પર જઇ રહેલા માતા પુત્રીનું મોત થયું છે. આજે સવારે પણ વાસણા જી.બી.શાહ કોલેજ પાસે અન્ય એક અકસ્માત સર્જાયો હતો. જેમા વહેલી સવારે સ્વિપર મશીન ફૂટપાથ ઉપર ચડી જતા ત્યાં સૂતેલા એક શ્રમિકનું મોત નીપજ્યુ હતુ.
હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે ગોઝારો અકસ્માત સર્જ્યો છે. જેમાં ડમ્પરની અડફેટે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. ડમ્પરની અડફેટે 40 વર્ષની માતા અને સાત વર્ષની પુત્રીનું મોત નીપજ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથી ધરી છે.
હેબતપુર ડમ્પર અકસ્માતમાં 40 વર્ષના મલ્લિકા કિરણભાઈ ગોસ્વામી અને સાત વર્ષની જાન્વી કિરણ ગોસ્વામીનું મોત નીપજ્યુ છે. આ માતા પુત્રી ક્રિષ્ણા રો હાઉસ ભાડજના રહેવાસી છે.
બીજા બનાવમાં શહેરના વાસણ વિસ્તારમાં અન્ય એક અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ હતુ. આજે વહેલી સવારે વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજ નજીકના ફૂટપાથ પર લોકો ગાઢ નીંદ્રામાં સૂતા હતા. ત્યારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ અમદાવાદ મહાનગરપાલિકાના ડમ્પરના ડ્રાયવરે સૂતેલા લોકો પર ચઢાવી દીધુ હતુ.
રોડ વેક્યુમ સ્વીપર મશીન આ વિસ્તારમાંથી નીકળી રહ્યુ હતુ અને તે ફુટપાથ પર સુઇ રહેલા લોકો પર ચઢી ગયુ હતુ.આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકનું મૃત્યુ થયુ છે.
હિન્દુસ્થાન સમાચાર/
