રાંચી, નવી દિલ્હી,11 ડિસેમ્બર (હિ.સ.) રાંચીની સિવિલ કોર્ટે ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ સાથે જોડાયેલા, ચેક બાઉન્સ કેસમાં ફરી એકવાર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પહેલા પણ કોર્ટે, અમીષા પટેલને સાક્ષીની ઉલટ તપાસ ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. અમીષા પટેલ વતી, સાક્ષી નંબર વન અજય કુમાર સિંઘ ઉર્ફે ટિંકુ સિંઘને ફરી જુબાની આપવા વિનંતી કરવામાં આવી હતી. કારણ કે, તેની ઉલટ તપાસ કરવામાં આવી ન હતી.
વાસ્તવમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીએન શુક્લાની કોર્ટમાં, સાક્ષી નંબર વન અજય કુમાર સિંહ ઉર્ફે ટિંકુ સિંહની ઉલટતપાસ પૂર્ણ થઈ નથી. સોમવારની સુનાવણી દરમિયાન અમીષા પટેલે, સાક્ષી નંબર એકની ઉલટતપાસ માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. આના પર કોર્ટે કેસની સુનાવણી મંગળવાર માટે નિયત કરી છે અને અમીષા પટેલ પર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફરિયાદી અજય કુમાર સિંહના એડવોકેટ વિજયાલક્ષ્મીએ, ઉલટ તપાસ માટે સમય માંગવાનો વિરોધ કર્યો હતો.
ફિલ્મ મેકર અજય કુમાર સિંહે, અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. અમીષા પટેલે, દેશી મેજિક ફિલ્મ બનાવવાના નામે અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. અમીષા પટેલે રિફંડ માટે બે ચેક આપ્યા હતા, જે બાઉન્સ થયા હતા. આ અંગે અજય કુમાર સિંહે અમીષા પટેલ સામે, છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / વંદના / સુનીત / માધવી
