ભાવનગર/અમદાવાદ,12 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર તાલુકાના બુધેલ ગામે, રહેતા ટ્રક ડ્રાઇવર કિશોરભાઈ મકવાણાને, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું ઘર મળ્યું છે, જે બદલ તેઓ સરકારનો આભાર માની રહ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે બુધેલ ગામે આવી પહોંચતા, કિશોર નાગજીભાઈ મકવાણા જણાવે છે કે, પહેલા કાચું મકાન હતું તે ખૂબ જ જર્જરીત હાલતમાં હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 ની સહાય મળતા, તેમને પાકું ઘરનું ઘર બની ગયું છે. જેથી તેઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી અને સરકારનો આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
