વલસાડ, 17 ઓકટોબર – કચરા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વાપી એસ ટી ડેપોના કામદારો તેમજ વાપી પાલિકાના સહયોગથી એસટી
ડેપોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સામાજિક સંસ્થા, મંડળ, ભગિની સંસ્થા સાથે તમામ જાહેર સ્થળો ઉપર
‘‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’’ના સ્લોગનને સાર્થક કરવા સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. એસટી ડેપોની આસપાસના
ફળિયા, ગલી, સોસાયટીમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
