નવી દિલ્હી, 17 ઓક્ટોબર : વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન 18-19 ઓક્ટોબરના રોજ ઓમાનની તેમની ત્રીજી સત્તાવાર મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ ઓમાની નેતૃત્વ અને મહાનુભાવો સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગામી મુલાકાત ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા અને બહુપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો માર્ગ મોકળો કરશે.
તેમની મુલાકાત દરમિયાન વિદેશ રાજ્ય મંત્રી વિવિધ ભારતીય સમુદાય સંગઠનો અને ઓમાન માં રહેતા ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. આમાં પ્રોફેશનલ્સ, બ્લુ કોલર પ્રોફેશનલ્સ, હેલ્થ કેર વર્કર્સ, સોશિયલ વર્કર્સ અને સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
