
– જુદી જુદી ત્રણ કેટેગરીમાં અપાશે રાજ્યકક્ષાના પારિતોષિક
અમદાવાદ,13 ડિસેમ્બર (હિ.સ.) રાજયસરકાર દ્વારા વર્ષ 2023 માટે રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે વિવિધ કેટેગરી અનુસાર અરજીઓ મંગાવવામાં આવી છે.
શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ,સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યકિતઓ,
દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરો
દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, દિવ્યાંગ
કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીશ્રીઓ/નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસરઓ અથવા
સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યકિતઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, જરૂરી આધારો સાથે ભરેલા અરજીપત્રકો ત્રણ નકલમાં 30 ડિસેમ્બર સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર),ની કચેરી, અમદાવાદને રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવાના રહેશે. અધુરી વિગત વાળી, નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
હિન્દુસ્થાન સમાચાર/
