
– કેમિકલ ચોરો વર્ષમાં મહિને બે વખત ઝઘડિયાથી હરિયાણા અને દિલ્હીની ટ્રીપ મારતા હતા.
– 15 વાર ટેન્કરમાંથી કેમિકલ કાઢી પ્લાસ્ટીકના કારબા ભરી કેમિકલ ચોરીની કરી કબૂલાત.
ભરૂચ,19 ઓક્ટોબર ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ બી.એસ.શેલાણા પોલીસ ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ એક કંપની પાસે ધારોલી ચોકડી તરફ જવાના રસ્તાની બાજુમાં જીગર રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટના ટેન્કરના ડ્રાઇવરો ટેન્કરો ઉભા રાખી ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી પ્લાસ્ટીકના કેરબામાં ભરે છે.ઝઘડિયા જીઆઇડીસી પોલીસને મળેલ બાતમીના આધારે ધારોલી ચોકડી ઉપર આવીને જોતા કેટલાક ઇસમો ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરતાં હતા. આથી પોલીસે ઘટના સ્થળેથી (1)મોહમદ રફીક જસુબખાન રહે.રાવરીચક તા.ફતેગઢ જી.જેસલમેર રાજસ્થાન ,(2) નિહાલખાન શરીફખાન રહે.કોટડાગામ તા.સિવ જી.બાડમેર રાજસ્થાન,(3) સોકતઅલી એલિયાસખાન રહે.નેગરડાગામ પોસ્ટ.ઝામ્પલી કલ્લન તા.સિવ જી.બાડમેર, (4) બસાયાખાન મતલબખાન રહે.નેગરડાગામ પોસ્ટ.ઝામ્પલી કલ્લન તા.સિવ જી.બાડમેરનાને રંગેહાથ ઝડપી પાડી આ કેમિકલ ચોરો પાસેથી મુદ્દામાલ (1) ફેથેલેટ પ્લાસ્ટીસાઇઝર પી 020 કેમિકલ જેનું વજન 10.5 ટન જેની કુલ કિંમત રૂપિયા 12 લાખ (2) ફ્રેથેલેટ પ્લાસ્ટીસાઇઝર પી 010 કેમિકલ જેનું વજન 10.5 ટન જેની કુલ કિંમત રૂપિયા 13.33 લાખ (3)ફ્રેથેલેટ પ્લાસ્ટીસાઇઝર કાનાટોલ 400 કેમિકલ જેનું વજન 25 ટન જેની કુલ કિંમત રૂપિયા 28.25 લાખ,(૪)ફેથેલેટ પ્લાસ્ટીસાઇઝર પી 012 કેમિકલ જેનું વજન 21 ટન જેની કુલ કિંમત રૂપિયા 26.04 લાખ (5) ફેથેલેટ પ્લાસ્ટીસાઇઝર કાનાટોલ 1056 કેમિકલ જેનું વજન 25 ટન જેની કુલ કિંમત રૂપિયા 31 લાખ,(6) ટેન્કર 4 જેની કુલ કિંમત રૂપીયા 1.20 કરોડ તેમજ અન્ય મુદ્દામાલ અને રોકડા રૂપિયા મળી કુલ 2.31 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. ઝડપાયેલ આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમ્યાન મહીનામાં બે વાર ઝઘડિયાથી હરીયાણા દિલ્લીની ટ્રીપ મારીને લગભગ પંદર વખત વિવિધ સ્થળોએથી ટેન્કરમાંથી કેમિકલ કાઢી પ્લાસ્ટીકના કારબા ભરી કેમિકલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
