નવી દિલ્હી, 20 ઓક્ટોબર (હિ. સ.). ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડ 94 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ પ્રતિ બેરલ 91 ડોલરની નજીક પહોંચી ગયું છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, શુક્રવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર ના દરે ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના પાંચમા દિવસે શરૂઆતના કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ 0.87 ડોલર એટલેકે 0.94 ટકાના વધારા સાથે 93.25 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 1.22 ડોલર એટલેકે 1.37 ટકા વધીને પ્રતિ બેરલ 90.59 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ/માધવી
