રાજપીપલા, 15 ઓકટોબર – રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા ખરા અર્થમાં સાર્થક કરવા વધુ બે માસ એટલે કે 16 ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ જન આંદોલનનો સહયોગ જોવા મળી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં લોકભાગીદારી થકી સાગબારા બસ સ્ટેશન ખાતે સઘન સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાગબારા બસ સ્ટેશન ખાતે સઘન સફાઈ કરવામાં આવી હતી અને જનજાગૃતિનો એક અનેરો અને નવિન કાર્યક્રમ કરી કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.
સ્વચ્છતા અભિયાનમાં જન આંદોલનને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં તમામ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મંદિર, બાગ બગીચા, ટુરીસ્ટ પ્લેસ, રોડ જંક્શન વગેરે તમામ જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. સાથો સાથ સ્વચ્છતા અંગેની કામગીરીમાં અને સ્વચ્છતા એજ સેવામાં સહભાગી સૌને ભાગીદારી બનવા સંદેશ આપ્યો છે.
