• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ચેમ્બરના મિશન ૮૪ અંતર્ગત બોટ્સ્વાના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ટ્રેડ એટેચીના ડાયરેકટર સાથે ઓનલાઇન મિટીંગ મળી
Regional

ચેમ્બરના મિશન ૮૪ અંતર્ગત બોટ્સ્વાના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ટ્રેડ એટેચીના ડાયરેકટર સાથે ઓનલાઇન મિટીંગ મળી

CliQ INDIA
Last updated: January 29, 2024 10:57 am
CliQ INDIA
Share
5 Min Read
SHARE

-ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ બોટ્સ્વાના ટ્રેડ એટેચીના ડાયરેકટરને સુરતથી ડાયમંડ ઉપરાંત ટેક્ષ્ટાઇલ, ફાર્માસ્યુટિકલ, ઇલેકટ્રીક વ્હીકલ, સોલાર અને રિન્યુએબલ એનર્જી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પ્રોડકટની આયાત કરવા અનુરોધ કર્યો

-સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી બોટ્સ્વાના પાસેથી ૮૦ ટકા રફ ડાયમંડ ખરીદતી હોવાથી બોટ્સ્વાનાની ઇકોનોમી મજબુત થાય છે, આથી સુરત એ બોટ્સ્વાના માટે ઘણું અગત્યનું છે અને SGCCI સાથેનું જોડાણ પણ અમારી પ્રાથમિકતા છે : બોટ્સ્વાના ટ્રેડ એટેચીના ડાયરેકટર જુલિયસ શેકો

સુરત, 28 જાન્યુઆરી:- ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત આફ્રિકન દેશ બોટ્સ્વાના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ટ્રેડ એટેચીના ડાયરેકટર જુલિયસ શેકો સાથે ઓનલાઈન મિટીંગ યોજાઈ હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપી ભારત તથા તેમના દેશની ઇકોનોમીને વધુ મજબુત બનાવવા હેતુ મિશન ૮૪ પ્રોજેકટના મહત્વ વિશે સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અન્ય દેશોની સાથે બોટ્સ્વાના પાસેથી રફ ડાયમંડની ખરીદી કરે છે અને વિશ્વના ૧૦ ડાયમંડમાંથી ૯ ડાયમંડ સુરતથી પોલિશ થઇને વિશ્વભરમાં એક્ષ્પોર્ટ થાય છે, આથી સુરત વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. હવે સુરતમાં ડાયમંડ બુર્સ પણ શરૂ થઇ ગયું છે.

ડાયમંડ ઉપરાંત સુરતથી ટેક્ષ્ટાઇલ અને ફાર્માસ્યુટિકલની કવોલિટી પ્રોડકટ પણ વિશ્વભરમાં એક્ષ્પોર્ટ થાય છે ત્યારે બોટ્સ્વાનાએ આ દિશામાં વિચારી આ પ્રોડકટની પણ આયાત કરવી જોઇએ તેમ કહી તેઓને ભારત સાથે વેપાર વધારવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહયું હતું કે, ભારત અને બોટ્સ્વાના સહિત વિશ્વના તમામ દેશો રહેવાલાયક સ્થળો બની શકે તે માટે બધાએ પ્રયાસ કરવો જોઇએ. એના માટે એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સને ધ્યાને લઇને પ્રોગ્રેસ કરવો પડશે. માત્ર પ્રોગ્રેસ જ નહીં પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં આગળ વધવું પડશે.

દક્ષિણ ગુજરાતનો બેલ્ટ હવે ઇલેકટ્રીક વ્હીકલ, સોલાર અને રિન્યુએબલ એનર્જી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પણ ડેવલપ થઇ રહયો છે. ટુરીઝમ ક્ષેત્રના ડેવલપમેન્ટ માટે પણ પ્રયાસ થઇ રહયા છે ત્યારે બોટ્સ્વાના સરકાર અને બિઝનેસમેનોએ આ દિશામાં પણ વિચાર કરી સુરતના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સાથે બિઝનેસ મિટીંગ કરવી જોઇએ તેમ જણાવી ચેમ્બર પ્રમુખે બોટ્સ્વાનાના ટ્રેડ એટેચીના ડાયરેકટરને બિઝનેસ ડેલીગેશન સુરત લાવવા માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેમને સહર્ષ સ્વીકાર કર્યો હતો.

બોટ્સ્વાનાના ટ્રેડ એટેચીના ડાયરેકટર જુલિયસ શેકોએ જણાવ્યું હતું કે, સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી બોટ્સ્વાના પાસેથી ૮૦ ટકા રફ ડાયમંડ ખરીદે છે અને તેને કારણે તેમના દેશની ઇકોનોમી મજબુત થાય છે તથા તેમની સરકાર તેમના દેશમાં વિદ્યાર્થીઓને સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિના મૂલ્યે શિક્ષણ આપે છે. તદુપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર વધારી શકે છે તથા હોસ્પિટલોમાં પણ લોકોને મફત સારવાર આપે છે. ડાયમંડ તેમના દેશના જીડીપીમાં ૪ર ટકા યોગદાન આપે છે, આથી સુરત તેમના દેશ માટે ઘણું અગત્યનું છે અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથેનું જોડાણ પણ તેમની પ્રાથમિકતા છે. તેમણે કહયું હતું કે, તેમના દેશની ઇકોનોમીમાં સુરતનું યોગદાન કરોડરજજુ સમાન છે.

તેમણે જણાવ્યું હતું કે, બોટ્સ્વાનામાં ટી શર્ટ અને શર્ટ બને છે અને ત્યાંથી આફ્રિકાના જુદા–જુદા પ૪ જેટલા દેશો તેમજ અમેરિકામાં એક્ષ્પોર્ટ થાય છે, આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો બોટ્સ્વાના ખાતે મેન્યુફેકચરીંગ યુનિટ સ્થાપી શકે છે. બોટ્સ્વાનામાં ભારતની જુદી–જુદી સંસ્કૃતિના લોકો રહે છે અને ગુજરાતી લોકો પણ તેમના ત્યાં રહીને બિઝનેસ કરે છે, આથી બોટ્સ્વાનામાં બિઝનેસ હેતુ રોકાણ કરવા માગતા સુરતના ઉદ્યોગ સાહસિકોને તેઓનો સહયોગ મળી રહેશે. વધુમાં, તેમણે ચેમ્બર પ્રમુખને ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોનું બિઝનેસ ડેલીગેશન બોટ્સ્વાના ખાતે લાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

ચેમ્બર પ્રમુખે તેમને મિશન ૮૪ની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.

તદુપરાંત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે, જેના ભાગ રૂપે આ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ના સીઈઓ પરેશ ભટ્ટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફેબ્રુઆરી ર૦ર૪માં યોજાનારા ઉદ્યોગ એકઝીબીશન તથા તેમાં ભાગ લેનારા ઇન્ટરનેશનલ પેવેલિયનની માહિતી આપી બોટ્સ્વાના ટ્રેડ એટેચીના ડાયરેકટરને પણ તેમાં પાર્ટીસિપેટ કરવા આમંત્રણ આપ્યું હતું. સાથે જ ઉદ્યોગ એકઝીબીશન દરમ્યાન મિશન ૮૪ અંતર્ગત વિવિધ વિષયો પર યોજાનારા સેમિનારમાં પણ ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું, જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો અને ટુંક સમયમાં તે અંગે કન્ફર્મેશન આપશે તેમ જણાવ્યું હતું.

 

You Might Also Like

ભાવનગર-હરિદ્વાર ટ્રેનને બદલાયેલા રૂટથી દોડાવવાનો નિર્ણય | BulletsIn
રાધનપુરની શ્રી વિનય વિદ્યાલય ખાતે વિજ્ઞાન ગુર્જરી પ્રેરિત સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટનું આયોજન
ગઢડાનુ હીર રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ઝળકશેભાવનગર યુનિવર્સિટી દ્વારા નેશનલ કક્ષાએ વોલીબોલ માટે પસંદગી કરાઈ
મિશન સ્માઈલ” અંતર્ગત લીલીયા તથા વંડા પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ
ઉત્તરપ્રદેશથી આવેલા પીએમ સ્વનિધિના લાભાર્થી માટે, ભારત પર્વ બન્યો એક યાદગાર અનુભવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નીતીશ કુમારે નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
Next Article ઉત્તરાખંડ: હવે મદરેસાના બાળકો પણ, શ્રી રામ કથા વાંચશે: શાદાબ શમ્સ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?