અંબાજી,16 ફેબ્રુઆરી : ગુજરાત માં એક ઐતિહાષીક ઘટના બની, ગુજરાત ની વિધાનસભા નાં તમામ મંત્રીઓ સહીત ધારાસભ્યો અને વિવિધ જીલ્લા નાં સંસદસભ્યો સહીત મુખ્યમંત્રી સાથે નો એક મોટો સંઘ આજે શક્તિપીઠ અંબાજી ધામે પહોંચ્યો. મુખ્યમંત્રી હવાઇ માર્ગે પહોંચ્યા તો બાકી નાં અન્ય ધારાસભ્ય, સંસદસભ્ય ને મંત્રીઓ ગુજરાત વાહનવ્યવહાર નિગમ ની વોલ્વો બસ માં અંબાજી પહોંચ્યા. અંબાજી નાં ગબ્બર ખાતે ચાલી રહેલાં પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ માં પહોંચ્યો આ આખો સંઘ. મોટી વાત તો એ રહી મંત્રીઓ આજે એક જ જાણે ડ્રેસ કોડ માં હોય તેમ લાલ ઝભ્ભા ને મહીલા ઓ લાલ સાડી માં જોવા મળી. ગબ્બર ખાતે પહોંચેલાં આ તમામ મંત્રીઓ ને ધારાસભ્યો 51 શક્તિપીઠ નાં વિવિધ મંદીરો માં પહોંચી ગયા ને જ્યાં ગબ્બર ગઢ ની આરતી સાથે તમામ 51 શક્તિપીઠ મંદિરો માં બિરાજમાન થયેલી માતાજી ની આરતી ઉતારી. આજે આ ગબ્બરગઢ માં 11,11,111 દિવા ની આરતી કરવામાં આવી. તમામ મંત્રીઓ એ આ આરતી નો લાભ લીધો જેને લઇ ગબ્બરગઢ દિવાળી ની જેમ દિવાઓ થી જળહળી ઉઠ્યુ. આજે તમામ મંત્રીઓ ને ધારાસભ્યો ભક્તીમય બન્યાં હતા. ને ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહીત તમામ મંત્રીઓ ને ધારાસભ્યો એ ગબ્બર ની તળેલી માં હજારો દિવડાઓ ની મહાઆરતી માં સહભાગી થયા હતા ને ત્યાર બાદ અંબાજી ની જે કથા પ્રચલીત છે. તે માતા સતિ ના જીવન આધારાતી લાઇટ એન્ડ સાઉન્ડ પણ સાથે બેસી ને નિહાળ્યો હતો. ને સાથે ભક્તિમય માહોલ માં મંત્રીઓ ને ધારાસભ્યો ગરબાં રમી ને ધન્યતાં અનુભવી હતી. આ અવસરે શ્રી શક્તિસેવા કેન્દ્ર અંબાજી નાં પ્રયાસો થી ભીક્ષાવૃર્તી ત્યજી ને શિક્ષણ તરફ વળેલા 21 જેટલાં બાળકો એ ગબ્બર તળેટી એ મહાઆરતી માં જોડાયા હતા. જે જોઇ ને મંત્રીઓ પણ પ્રભાવીત બન્યાં હતા.
આ ગબ્બર ની મુલાકાત બાદ આખો સંઘ અંબાજી મંદિરે પહોંચ્યો હતો. જ્યાં આમના આગમન ને લઇ અંબાજી મંદિર ને પણ લાઇટ ડેકોરેશન સાથે હજારો દિવડાઓ નો સણગાર કરાયો હતો. આ સણગાર વચ્ચે થી પ્રસાર થઇ તમામ મંત્રીઓ ને ધારાસભ્યો અંબાજી મંદિર માં દર્શનાર્થે પહોચ્યાં હતા. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગર્ભગૃહ માં પુજા અર્ચના કરી હતી ને મંત્રીઓ અને ધારાસભ્યો એ પણ ગર્ભગૃહ માં દર્શન નો લાહવો લીધો હતો ને દર્શન બાદ માં અંબે નાં ચાચરચોક માં તમામ મંત્રીઓ ને મુખ્યમંત્રી તથા ધારાસભ્યો સામુહીક યાદગાર પળ ને માણવા ફોટો સેશન કરાવ્યુ હતુ. ને ત્યાર બાદ તમામ મંત્રીઓ ને ધારાસભ્ય અંબાજી સર્કીટહાઉસ ખાતે સમુહ ભોજન માટે પહોંચ્યા હતા.
