અમદાવાદ,29 જાન્યુઆરી (હિ.સ) દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વગવાની શરૂઆત થશે ત્યારે થશે પરંતુ ગુજરાતમાં શરૂ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓની ભાજપમાં જોડાવવાની જાણે ઋતુ ચાલી રહી છે. ગુજરાતના રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, ડભોઇ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તથા બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો ભાજપમાં જોડાયા છે.અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી પણ ભાજપમાં જોડાયા છે. આ સાથે કોંગ્રેસ પ્રવકતા રહેલા સંજય ગઢવી પણ ભાજપમાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી તૂટી છે. આજે કોંગ્રેસના બે પૂર્વ MLA ભાજપમાં જોડાયા છે. ચિરાગ કાલરિયા, બાલકૃષ્ણ પટેલને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કેસરિયો પહેરાવ્યો છે. જામજોધપુરના પૂર્વ MLA ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાયા છે. નોંધનીય છે કે, 2017માં ચિરાગ કાલરીયા જામજોધપુર બેઠકથી કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી જીત્યા હતા. ચિરાગ કાલરિયા અગાઉ ભાજપના નેતાઓ સાથે જોવાતા ચર્ચામાં આવ્યા હતા.
કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાયા છે. થોડાક સમય પહેલા ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ઘરવાપસી કરી છે. 2017માં ચિરાગ કાલરીયા જામજોધપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતાં.
