નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી : નેશનલ ક્રશ રશ્મિકા મંદાના, છેલ્લા કેટલાક મહિનાઓથી ફિલ્મ ‘એનિમલ’ માટે ચર્ચામાં છે. આમાં તેણે ગીતાંજલિનું પાત્ર ભજવ્યું હતું. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ’ના, દરેક કલાકારને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. રશ્મિકાએ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અલવિદા’થી, બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા, તેણે તેલુગુ અને તમિલ સિનેમામાં નોંધપાત્ર અભિનય આપ્યો હતો. રશ્મિકાને સાઉથની લેડી સુપરસ્ટાર કહેવામાં આવે છે. માત્ર બે વર્ષમાં, આ અભિનેત્રીએ બોલિવૂડની સાથે સાથે, સાઉથમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે.
2022 માં તેના ડેબ્યુના માત્ર બે વર્ષમાં, રશ્મિકા તેના અંગત જીવનમાં આગળ વધી ગઈ છે. તાજેતરમાં ‘ફોર્બ્સ ઈન્ડિયા ૩૦, અંડર 30’ની યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં 30 વર્ષથી ઓછી ઉંમરના, 30 પ્રખ્યાત લોકોનો સમાવેશ થાય છે. જેમણે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રની ત્રણ અભિનેત્રીઓએ તેમાં સ્થાન મેળવ્યું છે.
રશ્મિકાને માત્ર 27 વર્ષની ઉંમરમાં આ યાદીમાં સ્થાન મળ્યું છે. ગયા વર્ષે તેની ત્રણ ફિલ્મો, દર્શકો સમક્ષ રજૂ થઈ હતી. પહેલી એક્શન ફિલ્મ ‘વારિસુ’ હતી. આ ફિલ્મે, વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે, ‘મિશન મજનૂ’માં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ પછી રશ્મિકાને સૌથી વધુ પ્રસિદ્ધિ વર્ષના અંતમાં રિલીઝ થયેલી ‘એનિમલ’થી મળી. આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 900 કરોડ રૂપિયાથી, વધુની કમાણી કરી છે. આ સિવાય અભિનેત્રી આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’, ‘રેનબો’, ‘ધ ગર્લફ્રેન્ડ’ અને ‘છાવા’માં જોવા મળશે. તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને, તેના ચાહકોને આ માહિતી આપી છે.
આ યાદીમાં રશ્મિકા ઉપરાંત, બે વધુ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. 28 વર્ષની અભિનેત્રી રાધિકા મંદાના અને 25 વર્ષની અદિતિ સેહગલે પણ, ‘ફોર્બ્સ ઈન્ડિયા -૩૦, અંડર 30’ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. રાધિકા છેલ્લે, ‘સજિની શિંદે કા વાયરલ વીડિયો’ માં જોવા મળી હતી. જ્યારે અદિતિએ, ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી.
