

ગાંધીનગર, 28 માર્ચ નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત મહાનગરપાલિકાએ શહેરની હદ વિસ્તારથી પાંચ કિ.મી સુધીના રસ્તાઓની સઘન સફાઈ કરાવવા જણાવવામાં આવેલ જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અડાલજ ચાર રસ્તાથી ત્રિમંદિર સુધીના મુખ્ય રોડની સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ રોડ ઉપરના દુકાનદારોને ડસ્ટબિન રાખવા જણાવવામાં આવ્યું. સ્વચ્છતા બાબત જાગૃતિ કેળવવા અને જાહેર રસ્તા પર ગંદકી કરતા રોકવાના હેતુ થી રસ્તા પરના જે દુકાનદારો દ્વારા ગંદકી કરવામાં આવતી હતી તેમની પાસે સફાઈ કરાવવામાં આવી.
આજના આ સફાઈ અભિયાનમાં મ્યુનિસિપલ કમિશનર નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ સેનિટેશન શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આગામી સમયમાં પણ આ રસ્તા ઉપર સ્વચ્છતા જળવાઈ રહી તેમ જ ન્યુસન્સ ન થાય તે માટે વધુ સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
