નવી દિલ્હી, 28 માર્ચ લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે, આજે (ગુરુવાર)થી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ભારતીય ચૂંટણી પંચ આ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડશે.
પંચે ગઈકાલે કહ્યું હતું કે, સામાન્ય ચૂંટણી-2024ના બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સિવાય આઉટર મણિપુરની એક સીટનો સમાવેશ થાય છે.
