• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે, પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસીઓને પ્રવાહ વધ્યો છે-અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ
Regional

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે, પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસીઓને પ્રવાહ વધ્યો છે-અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ

CliQ INDIA
Last updated: December 17, 2023 11:00 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ.

ગાંધીનગર, 17 ડિસેમ્બર (હિ. સ.) એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનમાં સહભાગી થયેલા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃધ્ધિ થઈ છે. પ્રવાસીઓ માટે સુવિધાઓ જેવી કે, માર્ગો, રેલવે, એર કનેકટિવિટી, પુલોના નિર્માણથી પ્રવાસીઓના આવાગમન વધ્યા છે. આસામમાં ભૂપેન્દ્ર હઝારિકા પૂલ બનવાથી પૂર્વોત્તરના રાજ્યોને મહત્તમ ફાયદો થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ખાંડુએ એમ પણ જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રુક્મિણીજી, અરુણાચલ પ્રદેશના હતા અને તેને સાંકળી ગુજરાતમાં પોરબંદરના માધવપુર ઘેડમાં, મેળાનું આયોજન થાય છે. જેનાથી રાજ્યોમાં પરસ્પર પ્રવાસન પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. નર્મદા ડેમ અને સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાનાં કારણે અહી દેશ વિદેશમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો તે જોઈ શકાય છે. તેમણે કેન્દ્ર સરકારની દેખો અપના દેશ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.

સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે અરુણાચલ પ્રદેશમાં રહેલી તકો પ્રસ્તુત કરતા પેમા ખાંડુએ કહ્યું કે, અહી પર્વતો ઉપર શૂન્ય ડિગ્રી તાપમાન તો તળેટીમાં ગરમી હોય છે. પ્રાકૃતિક સુંદરતા અને ભુખંડની વિવિધતા સાહસિક પ્રવાસીઓને આકર્ષે એવી છે, જે ત્રણ દેશની સાથે સરહદો જોડાયેલી છે. તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.

ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાકેશ કપૂરે જણાવ્યું કે, ભારત સૌથી સુંદર રાષ્ટ્રો પૈકીનું એક છે. દેશના સરહદી વિસ્તારોને પ્રવાસન સાથે જોડી તેનો વિકાસ વધુ ઝડપી અને વેગવાન બનાવી શકાય તેવા આયામો ભરપૂર માત્રામાં રહેલા છે. સરહદી વિસ્તારોમાં સ્પિરિચ્યુઆલિટી સાથે સંસ્કૃતિ અને સભ્યતા સાથે ત્યાંના ધાર્મિક સ્થળોનો વૈભવ પણ રહેલો હોય છે. આ વિસ્તારના યુવાનો પણ ખૂબ ઉત્સાહિ હોય છે ત્યારે સરહદી વિસ્તારોમાં ટૂરિઝમના વિકાસ માટે સુરક્ષા પુરી પાડવામાં આર્મી સહયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુમાં સરહદી વિસ્તારોમાં એડવેન્ચર ટુરિઝમ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે પ્રવાસીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે તેવું વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવું પડશે. સાથોસાથ ઈકો સિસ્ટમ સાથે આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ કરી સરહદી વિસ્તારોમાં પ્રવાસનને વેગ આપી શકાય તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

વાઇબ્રન્ટ વિલેજ અંગે વાત કરતાં રાકેશ કપૂરે ઉમેર્યું કે, દેશના સરહદી વિસ્તારના ગામોમાં ક્રોસ બોર્ડર એડવેન્ચર ટુરિઝમને વિકાસાવામાં આવે તો પ્રવાસનને વધુ વેગવાન બનાવી આવા બોર્ડર વિલેજમાં પ્રવાસન થકી રોજગાર સર્જનની અનેક તકો રહેલી છે. ક્રોસ બોર્ડર પ્રવાસનને સુરક્ષા માટે આર્મીના જવાનો હંમેશા તૈયાર રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી.

ઉદ્ઘાટન સત્રના પ્રારંભે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અજિત બજાજે સૌનું સ્વાગત કરી અધિવેશનની ભૂમિકા આપી હતી. અંતે ગુજરાત પ્રવાસન નિગમના એમડી ડો. સૌરભ પારગીએ આભારદર્શન કર્યું હતું.

આ સેમિનારના સ્થળે વિવિધ રાજ્યોના પ્રવાસનને ઉજાગર કરતા આકર્ષણોના સ્ટોલ ઉભા કરાયા છે જેનું પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સંસ્થાના ઉપપ્રમુખ વૈભવ કાલા, અધિકારીઓ સર્વ વ્યંકટેશ કટારે, અનિલ ઓરો, મોડેલ મિલિંદ સોમન ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

દેહવેપાર માટે ગ્રાહકોને સવલતો પુરી પાડવા થાઈ મહીલાઓ, સપ્લાય કરનાર ચોકલેટનો વેપારી પકડાયો
ખડસલી ક્લસ્ટરમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી, 129 ખેડૂતોએ લીધો નવીન ખેતીનો માર્ગદર્શન લાભ
ખોટી ફરીયાદ કરવા અને નામદાર કોર્ટ મા સોગંદ પર, ખોટો પુરાવો આપવા બદલ, આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી તાલાલા પોલીસ
ભાદરવા ગામે, સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારમાં ધિંગાણું
પાટણમાં દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી જુગારધામ પકડાયું, આઠ ઝડપાયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંજાબના મોગામાં, પોલીસ સાથેની અથડામણ દરમિયાન, બંબીહા ગેંગના ત્રણ ગેંગસ્ટરની ધરપકડ
Next Article વડાપ્રધાન મોદીને આપવામાં આવી ખાસ ભેટઃ 29 રાજ્યોના કપડામાંથી બનાવેલ સુગંધિત ગુલદસ્તો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?