
રાજકોટ/અમદાવાદ,04 જાન્યુઆરી (હિ.સ.) પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર વાહનો HGV માટે GJ-03-BZ સીરીઝના ગોલ્ડન,સિલ્વર કે અન્ય પસંદગીના નંબરોના રી-ઓકશન 5 જાન્યુઆરી થી શરુ કરવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છુકે ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ટ્રાન્સપોર્ટ વાહનોને લગતા ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગી નંબરો મેળવવા માટે 5 થી 7 જાન્યુઆરી સુધી ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ 7 થી 9 જાન્યુઆરી,ના સાંજના 4 કલાક સુધી ઓનલાઈન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 જાન્યુઆરી,ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન કરાવવા ઉમેદવારે સૌ પ્રથમ parivahan.gov.in પર જઈ ઓનલાઇન સર્વિસ પર કિલક કરવું, ત્યારબાદ fancy number booking પર ક્લિક કરી પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઇન ભરવું અને પસંદગીના નંબરમાં દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવી. ફી ભરાયા બાદ હરાજીમાં ભાગ લઈ, હરાજીમાં નંબર મેળવ્યા બાદ 5 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. જે બાદ આર.ટી.ઓ.ની અપ્રૂઅલ લઈ નંબર મેળવવો. વાહનનું રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલું હોવું ફરજીયાત છે. સમયમર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર/
