કુલગામ, નવી દિલ્હી, 04 જાન્યુઆરી (હિ.સ.) કુલગામ જિલ્લાના હાદીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બુધવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણ ગુરુવારે પણ ચાલુ રહી હતી.
સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હાદીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી, સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / સંજીવ / ડો. હિતેશ/માધવી
