નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ. સ.) દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડનું સૌથી, પાવરફુલ કપલ છે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. હવે તેમના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. દીપિકાનું તાજેતરનું એક નિવેદન, ચર્ચામાં આવ્યું છે. આના કારણે દીપિકા ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર આપવા જઈ રહી છે કે કેમ તે ચર્ચા પણ તેજ થઈ ગઈ છે. દીપિકાએ એક ઈન્ટરવ્યુમાં ફેમિલી પ્લાનિંગ પર જવાબ આપ્યો છે.
દીપિકાએ ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘અમને બંનેને બાળકો ખૂબ ગમે છે. અમે પણ એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે અમારો પરિવાર શરૂ થશે.’ તેણીએ એમ પણ કહ્યું, ‘જ્યારે હું એવા લોકોને મળું છું, જેમની સાથે હું મોટી થઈ છું, મારા સંબંધીઓ, કુટુંબમાં મિત્રો, મને હંમેશા કહેવામાં આવે છે કે, હું બિલકુલ બદલાઈ નથી. આ મારા સંસ્કારોનું પરિણામ છે.
દીપિકા તેના બાળકોને, આવા સંસ્કાર આપશે-
દીપિકાએ કહ્યું, આ ઈન્ડસ્ટ્રીમાં પૈસા અને પ્રસિદ્ધિથી પ્રભાવિત થવું સહેલું છે, પરંતુ ઘરમાં કોઈ મારી સાથે સેલિબ્રિટી જેવું વર્તન નથી કરતું. હું પહેલા એક દીકરી અને બહેન છું. હું નથી ઈચ્છતી કે તે બદલાય. રણવીર અને મને આશા છે કે, અમે અમારા બાળકોમાં સમાન સંસ્કૃતિનો, વિકાસ કરીશું.”
આપને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ આગામી ફિલ્મ ‘ફાઈટર’માં જોવા મળશે. આમાં રિતિક રોશન સાથે તેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળશે. ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
