


પાટણ,17 ઓકટોબર : યોગાંજલિ કેળવણી મંડળ સિદ્ધપુર અને હેમા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નૈતિક જીવન મૂલ્યોનું નિર્માણ વિષય અંતર્ગત પાટણ જિલ્લા આચાર્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
યોગાંજલિ કેળવણી મંડળ સિદ્ધપુર અને હેમા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નૈતિક જીવન મૂલ્યોનું નિર્માણ વિષય અંતર્ગત પાટણ જિલ્લા આચાર્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સિદ્ધપુરની આસપાસના ગામની પ્રાથમિક અને માધ્યમિક ૩૦ શાળાના ૧૧૦ શિક્ષકો -આચાર્યએ ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થયેલ.સંસ્થાના સેક્રેટરી કુ.જીજ્ઞાબેન દવે દ્વારા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત તથા હેમા ફાઉન્ડેશનનો પરિચય આપવામાં આવ્યો.હેમા ફાઉન્ડેશનના ગુજરાત અધ્યક્ષ એવા વિરેન્દ્ર પંચાલ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઓળખ આપી સંયુક્ત કુટુંબની ભાવના જેવા મૂલ્યો ની સાથે આપણા ભવ્ય વારસાની ઝાંખી કરાવી હતી તથા મૂલ્ય શિક્ષણ અંગેની સમજ આપી. તો કો-ઓર્ડીનેટર પ્રીતિબેન ઉપાધ્યાય દ્વારા હેમ વર્ચ્યુઝ પ્રોગ્રામ અંગેની વિસ્તૃત માહિતી આપી. આ પોર્ટલ એ વિદ્યાર્થીઓ માટે જીવનમાં બદલાવ લાવી મુલ્ય શિક્ષણ દ્વારા તેમને સંસ્કારી નૈતિક અને વૈશ્વિક નાગરિક બનાવશે. ટેકનોલોજીના આ યુગમાં વિદ્યાર્થી મોબાઇલમાં સમય વ્યતીત કરે છે ત્યારે હેમા વર્ચ્યુઝના આ પ્રોગ્રામ દ્વારા ઓનલાઈન જીવન મૂલ્યો શીખવી સારી ટેવ પાડી રચનાત્મકતા અને બુદ્ધિ આંક વધારવામાં મદદ કરશે. આચાર્યના પ્રતિભાવ બાદ શાળાના આચાર્ય એ.એચ.શર્મા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી.હાજર સર્વે મહાનુભાવોએ હૃદય પૂર્વક આ કાર્યક્રમને આવકાર્યો હતો.
