
પાટણ,17 ઓકટોબર : ભાજપ શાસિત સિદ્ધપુર નગર પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ અનિતાબેન એમ પટેલ , ઉપ પ્રમુખ સોનલબેન ઠાકર , કારોબારી ચેરમેન રશ્મિનભાઈ જે દવે તેમજ ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામા પાલિકાની વિવિધ કમિટીની રચના સંદર્ભે સામાન્ય બેઠક યોજાઈ હતી.
સિદ્ધપુર નગર પાલિકામા વિકાસના કાર્યો અર્થે મંગળવારે બપોરે પાલિકાના મીટીંગ હૉલમા પાલિકાની વિવિધ કમિટીની રચના સંદર્ભે મીટીંગ યોજાઈ હતી જેમા સર્વાનુમતે કમિટીના સભ્યોની નિમણુંક કરવામા આવી હતી જેમા એક્ઝિક્યુટિવ કમિટી તરીકે દવે રશ્મિનકુમાર જીતેન્દ્રભાઈ, બાંધકામ કમિટી તરીકે ઠાકોર કનુજી દલાજી, સ્ટાફ કમિટી જનાર્દનકુમાર મનુપ્રસાદ , વોટર વર્કસ કમિટી શુકલ ચિરાગભાઈ ઇન્દ્રવદન ,લાઈટ કમિટી ઠાકર ધર્મેન્દ્રભાઈ હરિપ્રસાદ, કાયદા કમિટી પ્રજાપતિ મીનાબેન કરશનભાઈ, હિસાબી કમિટી વર્ષાબેન દેવવ્રતભાઈ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટી ઠાકોર નિરમાબેન સેધુસીહ, રમતગમત બગીચા અને સાંસ્કૃતિક કમિટી રાજગુરુ ભાવેશકુમાર અમૃતલાલ , ડ્રેનેજ અને સુએજ કમિટી પટેલ નટવરલાલ કાળીદાસ, વાહન દુરસ્ત અને ખરીદી કમિટી પાધ્યા કપિલકુમાર હસમુખલાલ , સ્લમ ક્લિયરન્સ કમિટી ભીલ તરુણાબેન દિનેશભાઈ, આયોજન કમિટી પટેલ કાંતાબેન જયંતીલાલ , સ્વચ્છતા કમિટી પટેલ ભરતભાઈ જીવરામભાઈ એમ કુલ 14 સભ્યો નો સમાવેશ કરવામા આવ્યો છે.
