ભાવનગર/અમદાવાદ,03 નવેમ્બર : જિલ્લા કક્ષાનો નવેમ્બર-2023નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 23 નવેમ્બરના રોજ સવારે 11 કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં કચેરી સમય 6.10 કલાક સુધી સ્વીકારવામાં આવશે.
