


ગોધરા, ૦૩જાન્યુઆરી (હિ.સ ) ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવતા પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રદેશ ઉપ-પ્રમુખ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર ની નિયુક્તિ થતા પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નવનિયુક્ત પ્રદેશ સંગઠન ઉપ-પ્રમુખ જયદ્રથસિંહ પરમારનો સન્માન સમારોહ ગોધરા ખાતે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમાર, છોટાઉદેપુર લોકસભાના માજી સાંસદ અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા,પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત સ્થાનિક ધારાસભ્ય અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ સંગઠનના ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારનું ઉપસ્થિત કાર્યકર્તાઓએ પરંપરાગત રીતે સન્માન અને અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ દ્વારા આગામી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પંચમહાલ જિલ્લામાં ભાજપને વધુ મજબૂતાઈથી બહુમતી અપાવવા માટે કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરી હતી. હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને છોટાઉદેપુરના માજી સાંસદ ગીતાબેન રાઠવા ની ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે વરણી તથા બંને નેતાઓએ પ્રદેશ તેમજ કેન્દ્રના ભાજપના સંગઠનના નેતાઓ સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
=========
—————
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ
